<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના સર્જાઇ

કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા:કંપનીમાં ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા

પંચમહાલ,તા.૫

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)માં આવેલી એગ્રો કંપનીમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કંપનીમાં ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં તમામ પાંચ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

કંપનીની આ બેદરકારી અંગે અનેક સવાલો ઊભા થયા છે. સલામતીના નિયમોનું પાલન ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. આ સમગ્ર મામલે હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:53 PM IST)