તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 5th September 2025
ગુજરાતમાં પુરનું તોળાતું સંકટ ! નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર :ભરૂચમાં તમામ શાળા કોલેજો બંધ
નર્મદા ડેમની જળ સપાટી હાલ 136.10 મીટર પહોંચી ગઈ: ડેમના 23 દરવાજા ખોલાતા હાલ પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા

નર્મદા ડેમની સપાટી 136.10 મીટર સુધી પહોંચી છે જેના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 4 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના સિઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 06 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
મધ્યપ્રદેશના 3 ડેમોમાંથી 4.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 4.30 લાખ ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ, ડેટ અને કેનાલ મારફતે 4.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
છેલ્લા 12 કલાકમાં જળસપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. ધીરે ધીરે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા 2019માં ખુલ્યા હતા ત્યારબાદ 2020માં 23 દરવાજા ખોલવામાં આવ્યા, 2022માં 23 દરવાજા અને જ્યારે 2023માં 23 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પૂર આવ્યું.
હાલ 2025માં આજે 23 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે હાલ પણ ઉપરવાસમાંથી સતત જો પાણીની આવક રહેશે તો ફરી 2025માં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને હાલમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકોને તંત્ર દ્વારા સચેત કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં વધી રહેલું જળસ્તર હાલ ભરૂચ જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં શિક્ષણકાર્યને બંધ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. 12 કલાકમાં નર્મદા ડેમની સપાટી 16 સેમી વધી છે. સિઝનમાં પહેલી વાર જળસપાટી 136 મીટરને પાર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 છે અને હાલ સપાટી 136.08 મીટર પર પહોંચી છે. આ સિઝનમાં પહેલી વાર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
