<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

નર્મદા ડેમની સપાટી 135.94 મીટર : 23 દરવાજા ખોલી 4.46 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થયો છે. જેના પગલે 27 ગામને એલર્ટ કરાયા છે.

     વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામને એલર્ટ આરબીપીએચ અને કેનાલ મારફતે 4.46 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યુસેક છે. તેની સામે 4,46,592 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
જેને પગલે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. કિનારાના 27 ગામો જ્યારે નર્મદા નદીથી પ્રભાવિત વડોદરા જિલ્લાના ચાંદોદ, કરનાલી, અનસોયા, શિનોર, દરિયપુરા,માલસર, નારેશ્વર, ભરૂચ જિલ્લાના વેલુગામ, અસા, પાણેથા, ભાલોદ, ઝઘડિયા, ભરૂચ શહેર, અંકલેશ્વર, સરકુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુનગામ, બોરભાઠા અને નવા તરીયા, નર્મદા જિલ્લા ના ઓરી, સિસોદ્રા, વરાછા, પોઇચા, ભદામ, રૂંઢ, ધમણાચા, ધાનપોર, ગુવાર, માગરોલ, રામપુરા, રેગણ, વાસણ, વાડિયા, વિરપુર, તિલકવાડા, ગણર્શીડા, ચુડેશ્વર, વરવાડા, સેંગપુરા, ગંભીરપુરા, સુરજવડ, વાંસલા, ઈન્દ્રવર્ણ, અકતેશ્વર, ગરુડેશ્વર, સંજરોલી, ગભાણા, નાના પીપરિયા, વગડિયા, નવાગામ, લીમડી, સુરપાણ, મોખડી, ગોરા, થવડીયાનો સમાવેશ થાય છે.

(11:02 PM IST)