<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

મોડીરાત્રે 10 વાગ્યે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 25000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતાને પગલે સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી પાણી છોડાયું :નદીના કાંઠા વિસ્તારો ધરાવતા 9 જિલ્લાના કલેક્ટરને લેખિત જાણ કરાઈ

મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 25000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે 10 વાગે 25000 ક્યુસેક પાણી છોડાયું છે. ધરોઈ જળાશય ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતાને પગલે, સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે પાણીની આવકની શક્યતા રહેલી છે. વરસાદી પાણીની આવકની શક્યતા વચ્ચે પાણી છોડાયું. હાલમાં ડેમની જળ સપાટી 618.48 ફૂટ છે. પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના કાંઠા વિસ્તારો ધરાવતા 9 જિલ્લાના કલેક્ટરને લેખિત જાણ કરાઈ છે.

 


 

(12:10 AM IST)