News of Saturday, 6th September 2025
અંકલેશ્વરના મીરાનગરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો મામલે પોલીસની કાર્યવાહી : ત્રણ આયોજકની ધરપકડ
સત્યમ શર્મા, બ્રિજેશ મોર્યા અને રોશન શાહે ધરપકડ બાદ માફી માંગી

ભરૂચના અંકલેશ્વરના મીરાનગરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી છે. ધાર્મિક લાગણી દૂભાયાની ફરિયાદના આધારે, પોલીસે ત્રણ આયોજકની ધરપકડ કરી છે. અંકલેશ્વર GIDC પોલીસે આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આયોજકો સત્યમ શર્મા, બ્રિજેશ મોર્યા અને રોશન શાહે ધરપકડ બાદ માફી માંગી હતી. ગણેશ ઉત્સવ સમિતિએ ધાર્મિક લાગણી દુભાવવા મામલે વિરોધ નોંધાવ્યો હતો.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
