<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

અજંતા હાઈડ્રો પાવરમાં કામ કરતા ડૂબી ગયેલા 5 પૈકી 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ગોધરાના રણછોડપુરાના નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો

મહિસાગર નદીમા અજંતા હાઈડ્રો પાવરમાં ફસાયેલા પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિનીનો મૃતદેહ મળ્યો છે. એનડીઆરએફ તેમજ બરોડાથી અને અમદાવાદથી આવેલ ફાયર વિભાગની ટીમને મળી મોટી સફળતા છે. છેલ્લા 24 કલાકથી ભારે જહેમતથી કરી રહ્યા હતા શોધખોળ .અંતે એક વ્યક્તિનીનો મળ્યો મૃતદેહ છે. છેલ્લા 24 કલાકથી જિલ્લાના ઉચ્ચ અધિકારી સહિત જિલ્લા પોલીસવાળા પણ ખડે પગે છે. ગોધરાના રણછોડપુરાના નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો છે. નરેશભાઈ સોલંકી વાયરમેન તરીકે કામ કરતા હતા.

(12:37 AM IST)