News of Saturday, 6th September 2025
ઉમિયાધામ સિદસર દ્વારા શ્રી ૧& શતાબ્દી મહોત્સવની કાલે પૂર્ણાહુતી પ્રસંગે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતીઓ થશે
ભાદરવી પૂનમના દિવસે તમામ પાટીદારો રોજના ૧ રૂપીયા લેખે વર્ષના ૩૬૫ રૂપીયા મા ઉમિયાના કળશમાં અર્પણ કરશે : સૌરાષ્ટ્રભરના ૩૦ જેટલા સંધના પદયાત્રીકો ઉમિયાધામ સિદસર આવશેઃ હોદેદારો દ્વારા સ્વાગતઃ મોરબીમાં દસ હજાર મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન વિશ્વ રેકોર્ડ સર્જાશેઃ રાજકોટમાં સ્પીડવેલ ચોકમાં મહાકળશ પૂજનઃ ગામેગામ મહા કળશ પૂજન, મહારાસ અને મહાઆરતી સાથે મહાપ્રસાદના આયોજનો

રાજકોટઃ કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. ગત ૨૦૨૪ માં મા ઉમિયા પ્રાગટયના ૧૨પ વર્ષ નિમિતે યોજાયેલ શ્રી ૧& શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ઉમિયાધામ સિદસર સહીત સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લાના ૭૦ થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તેમજ મહાપ્રસાદના આયોજનો ભાદરવી પૂનમ તા. ૭ સપ્ટે. ને રવિવારે યોજાશે.
આદ્યશકિત મા ઉમિયાના ભાદરવી પૂનમે મા ઉમિયાના પ્રાગટયદિન નિમિતે ગત વર્ષે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી ના હસ્તે ૧રપ ફુટ ના દંડ પર ૧૨પ ગજની ધ્વજા લહેરાવી મા ઉમિયાના જયઘોષ સાથે શ્રી ૧& શતાબ્દી મહોત્સવના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી તથા ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા ના જણાવ્યા અનુસાર સિદસરમાં મા ઊમયાના પ્રાગટય દિન એટલે ભાદરવી પૂનમ નિમિતે સૌરાષ્ટ્રભરમાં વસતા પ્રત્યેક કડવા પાટીદાર રોજના ૧ રૂપિયા લેખે વર્ષના ૩૬૫ રૂપીયા મા ઉમા કળશ યોજનામાં યોગદાન આપી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બને તેવી અપેક્ષા સાથે ભાદરવી સુદ પૂનમના દિવસે સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા દરેક ગામ, તાલુકા મથક અને શહેરમાં મહા કળશ પૂજન, ના કાર્યક્રમ યોજાશે. જે તે શહેર અને તાલુકા મથક ખાતે ઉમિયા પરિવાર સમિતિ દ્વારા મહા કળશ પૂજન ની સાથો સાથ બહેનોના મહારાસ, મા ઊમયાની મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે.
મા ઉમિયાના પ્રાગટયદિન ભાદરવી સુદ પૂનમ નિમિતે અનેક શ્રધ્ધાળુઓ મા ઉમિયાના દર્શન માટે આવે છે સૌરાષ્ટ્રના વિવિધ ૩૦ જેટલા સંધના પદયાત્રીકો ભાદરવી પૂનમે તા.૭ રવિવારે સવાર સુધીમાં સિદસર પહોંચશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો દ્વારા સિદસર પહોંચતી તમામ પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, વિગેર સ્થળોએ થી માતાજીની રથ સાથેની પદયાત્રીકોના સંધ સિદસર જવા રવાના થયો છે. પાટીદાર એકતાના પ્રતીક રૂપે જુનાગઢથી મા ઉમાખોડલનો રથ પદયાત્રીકો સાથે સિદસર પહોંચશે. ઉમિયાધામ સિદસર ખાતે ભાદરવી પૂનમે યોજાનારા ૧૧ કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના ગૌતમભાઈ ધમસાણીયા લ્હાવો લેશે. ભાદરવી પૂનમે સરેરાશ ૫૦ હજારથી વધુ ભાવીકો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે.
સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે. સૌરાષ્ટ્રના કોલકીમાં મહારાસ મહાઆરતી, જૂનાગઢમાં કળશપૂજન, મહારાસ, મહાઆરતી, તાલળા શહેરમાં મહારાસ, મહાઆરતી, મહાપ્રસાદ, મુળીના કુતલપુર માં મહા કળશ પૂજન, ધર્મસભા, શોભાયાત્રા, મહાપ્રસાદ, વેરાવળમાં કળશપૂજન, મહાઆરતી, મહારાસ મહાપ્રસાદ યોજાશે. ઉનામાં બાઇકરેલી, કળશપૂજન, મહારાસ, મહાઆરતી, ઉમાપ્રસાદ, જેતપુરમાં મહારાસ, મહાઆરતી, કળશપૂજન, મહાપ્રસાદ, પોરબંદરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાપ્રસાદ, ગાંધીનગરમાં કળશ પૂજન, મહાઆરતી, મહારાસ, માળીયા હાટીનામાં મહારાસ મહાઆરતી, ઉપલેટામાં મહારાસ, મહાઆરતી, કેરીયા નાગશમાં કળશપૂજન, મહારાસ, કેશોદમાં મહારાસ, મહાઆરતી, કળશ પૂજન, વંથલીમાં મહારાસ, મહાઆરતી, કળશ પૂજન લીંબડીમાં મહારાસ, મહાઆરતી, કળશ પૂજન યોજાશે.
રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્વારા ભાદરવી પૂનમ ને તા. ૭ સપ્ટે. ના રોજ સાંજે ૫ કલાકે સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી પાસે, કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ગણપતી મહોત્સવના ગ્રાઉન્ડમાં મહાકળશ પૂજનનું તેમજ ૫:૪૫ કલાકે મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બહેનો લાલ, કેસરી, પીળા જેવા સૌભાગ્ય ઉત્સવ કલરના સાડી, ડ્રેસ, ચણીયાચોલી માં સજજ થઈ અને ભાઈઓ સફેદ ઝભ્ભો અથવા લાલ કેસરી પીળા વસ્ત્રોમાં સજજ થઇ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉમિયા પરિવાર સંગઠન સમિતિ જહેમત ઉઠાવી રહી છે.(૪૦.૧૬)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
