<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

નવસારીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી: ગણદેવીમાં 5 ઈંચ અને વાંસદામાં 4.50 ઈંચ વરસાદ ખાબક્યો

નવસારીના 6 તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો: પૂર્ણા, અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો

નવસારીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. નવસારીમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ગણદેવીમાં 5 ઈંચ અને વાંસદામાં 4.50 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ નદીઓમાં પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે. જેના કારણે પૂર્ણા, અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થયો છે.

તેમજ નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિધ્ન થયો છે. મનપા દ્વારા તૈયાર કરાયેલા તળાવો પણ પાણીના વહેણમાં ડૂબ્યા છે. તેમજ પૂર્ણા નદીમાં પ્રચંડ પ્રવાહને લીધે વિસર્જનમાં મુશ્કેલીઓ નડી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે સુરત, તાપી, ડાંગમાં વરસાદને લીધે પૂર્ણાની સપાટી વધી છે.

(2:36 PM IST)