<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ : વરસતા વરસાદે માઇ ભક્તો માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા

5 દિવસમાં 30 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કર્યા: 5 દિવસ દરમિયાન અંબાજી મંદિરને પાંચ દિવસમાં 2 કરોડ ઉપરાંત અને વિવિધ સેન્ટરો ઉપરથી આવક થઈ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. 5 દિવસમાં 30 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કર્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ અંબાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ વરસાદમાં પણ ભક્તોની આસ્થા ઓછી નથી થઇ. ચાલુ વરસાદે ભક્તો માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. આ 5 દિવસ દરમિયાન અંબાજી મંદિરને પાંચ દિવસમાં 2 કરોડ ઉપરાંત અને વિવિધ સેન્ટરો ઉપરથી આવક થઈ છે. 

 

અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ માં અંબાના દર્શન કર્યાં છે. આ સાથે 2,58,875 ભક્તોએ ભોજન પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ દરમિયાન 19,411 પેકેટ ચીકીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. માં અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પણ આવી રહ્યાં છે. 

 

અંબાજી મેળામાં તારીખ 31મી ઓગસ્ટથી 1સી સપ્ટેમ્બર સુધીમાં 3,71,211 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતાં. તે દરમિયાન 140 ધજા રોહણ કરવામાં આવી હતી. 3,35,316 પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 4,751 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 1લી સપ્ટેમ્બરથી 2 સપ્ટેમ્બર સુધીમાં 3,58,239 ભક્તો અંબાજી આવ્યા હતા. આ દરમિયાન 8,410 યાત્રીકો ઉડનખટોલામાં બેઠા હતાં. એટલું જ નહીં પરંતુ 2,77,750 પેકેટ મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 3,712 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 4.860 ગ્રામ સોનાની આવક પણ નોંધાઈ હતી.

 

તારીખ 2 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર દરમિયાન 7,70,224 ભક્તોએ અંબાજીમાં માં શક્તિના દર્શન કર્યાં હતાં. આ દિવસે 1901 બસની ટ્રીપોમાં કુલ 89,593 લોકોએ એસટી બસમાં યાત્રા કરી હતી. કુલ 4,90,939 પેકેટ મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે 4,909 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિવસે 43,86,805 રૂપિયાની આવક પણ નોંધાઈ હતી. આ સાથે 500 ગ્રામ ચાંદીની પણ આવક પણ નોંધ હતી.

 

હવે તારીખ 3 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો, 7,43,815 ભક્તોએ માં અંબાના દર્શન કર્યાં છે. આ દરમિયાન 2,575 બસની ટ્રીપોમાં કુલ 1,11,758 ભક્તોએ બસમાં મુસાફરી કરી હતી. કુલ 3,83,060 મોહનથાણ પ્રસાદીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જ્યારે 2.500 ગ્રામ સોનાની આવક સાથે સાથે રૂપિયા 48,52,956 ની આવક પણ નોંધાઈ હતી. ચારેય દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે.

 

આ સાથે ગુજરાત એસટી વિભાગ દ્વારા ચાર દિવસમાં કુલ 5999 ટ્રીપો મારવામાં આવી જેમાં 2,73,003 લોકોએ યાત્રા કરી હતી. 14,87,065 પેકેટ મોહનથાળ અને 19,411 પેકેટ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં અંબાજીમાં ભંડાર, ગાદી અને કાઉન્ટર પર કુલ મળીને રૂપિયા 1,47,83,837 ની આવક નોંધાઈ છે. આ સાથે 7.360 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીની પણ આવક થઈ છે.

(1:57 PM IST)