તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 6th September 2025
ઘેડ વિસ્તાર માટે ફાળવાયેલ બજેટ મુજબ કોઇ કામો હજુ થયા નથી : તુષિત પાણેરી

રાજકોટ તા. ૬ : ઘેડ વિસ્તાર માટે ગયા બજેમાં રાજય સરકારે જાહેર કરેલ રૂ.૧૫૦૦ કરોડની યોજના છેતરામણી અને ભ્રષ્ટાચાર વધારનારી બની હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીએ જણાવ્યુ છે.
આ સબબ આંકલાવ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લખેલ પત્રને ટાંકીને તુષિત પાણેરીએ જણાવ્યુ છે કે નાણામંત્રીએ કરોડોની જોગવાઇ કરી હતી. આ જાહેરાતના લગભગ સાત મહીના જેવો સમય વિતવા છતા જમીન ઉપર કોઇ અસરકારક કામગીરી હજુ સુધી થઇ નથી.
ઘેડ વિસ્તાર માટેની યોજનાઓ અમલમાં મુકાય અને નવુ બજેટ આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું ટેન્ટર બહાર પાડી એજન્સી નકકી કરી દેવામાં આવે તો સરકાર આ મુદે ગંભીર છે એમ માની શકાશે. તેમ યાદીના અંતમાં તુષિત પાણેરીએ જણાવ્યુ છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
