<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ગુજરાતનું શિક્ષણ મોડલ ફેલઃ કોંગ્રેસ

વિદ્યાર્થીઓના ઉપયોગ ભાજપના કાર્યક્રમોમાં ભીડ એકત્રીત કરવા માટે જ થાય છેઃ ડો. રાજદીપસિંહ જાડેજા, ડો. નિદત બારોટ, ડો. હરદેવસિંહજી જાડેજા, નરેન્‍દ્ર સોલંકી

(૧)હજુ એક શિક્ષક થી ચાલતી અનેક શાળાઓ,  (૨)ઓરડા વગર અને જર્જરિત મકાનોમાં ચાલતી શાળાઓ, (૩) સરકારની અણધુડ નીતિને કારણે વિધાસહાયકોની ભરતીમાં હંમેશા કોર્ટ કેસ થાય અને લાંબા સમય સુધી ભરતીઓ અટકી પડે છે, (૪)૩૦ વર્ષથી સંગીત શિક્ષક લાયબ્રેરીયન અને રમત શિક્ષકની નિમણૂકો ના થતા સર્વાંગી શિક્ષણ નો અભાવ, (૫)એક પણ શાળામાં કોમ્‍પ્‍યુટર શિક્ષકની ભરતી થતી નથી, (૬)રાજકોટમાં જિલ્‍લા અને શહેરની બે DEO હોવા જોઈએ તે માંગણી વર્ષોથી અધૂરી રહી છે, (૭) ધોરણ ૧૧ અને ૧૨ માં ગુજરાતની મંજૂરીની શાળામાં પ્રવેશ અને પ્રાઇવેટ કોચિંગમાં NEET JEE નું ભણવાનું આવી ડમી શાળાઓ પર કોઈ કાર્યવાહી નહીં, (૮) બાલ મંદિરોમાં રજીસ્‍ટ્રેશનની જંજટ ઉભી કરી અને ઘરમાં પારિવારિક કામ કરી ઘર ચલાવતા લોકોને બેરોજગાર બનાવ્‍યા, (૯) શિક્ષકો પાસે ભણાવવા સિવાયનું મોટા પ્રમાણમાં કામ લેવાય છે જેના કારણે શિક્ષકો શિક્ષણ અને યોગ્‍ય ન્‍યાય આપી શકતા નથી અને બેરોજગારોને કામ મળતું નથી, (૧૦) શાળાઓ અને વિદ્યાર્થીઓનો ઉપયોગ ભાજપના કાર્યકર્મોમાં ભીડ એકત્રિત કરવા થાય છે અને પ્રશાસન ચુપ રહે છે. (૧૧) GCAS પ્રવેશની પદ્ધતિને કારણે વિધાર્થીઓ વારંવાર મુશ્‍કેલીઓ અનુભવે છે, (૧૨) પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઉપર સરકારનો કોઈ અંકુશ નથી, માત્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ કરવા લાયસન્‍સ આપ્‍યું હોય તેવું લાગે છે. (૧૩) પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં કોણ ભણાવે છે કેટલા વિધાર્થીઓ ભણે છે કેટલા વિદ્યાર્થીઓ માત્ર ફી આપી અને ડિગ્રી માર્કશીટ ખરીદે છે તેની કોઈ તપાસ નહીં. (૧૪) ગુજરાતની એક પણ સરકારી યુનિવર્સિટીઙ NIRF માં પ્રથમ ૧૦૦ માં નહીં જે કથળતી જતી વ્‍યવસ્‍થા નું પ્રતિબીંબ છે. (૧૫)સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા દર વર્ષે ઘટે છે તે ચિંતાનો વિષય. (૧૬) ગુજરાત બહારની યુનિવર્સિટી RSSની ભગિની સંસ્‍થાઓ માટે પ્રયોગશાળા બની છે. યુનિવર્સિટીઓમાં શિક્ષણના સેમિનારને બદલે સંઘની કાર્ય શિબિરો થાય છે. (૧૭)યુનિવર્સિટીના અધ્‍યાપકો પોતાના વિષયના મંડળોમાં સંશોધનો થતા હોય ત્‍યાં સભ્‍યો નથી અને સંઘની ભગીની સંસ્‍થાઓમાં સભ્‍યો બનતા થયા. (૧૮)વિદ્યાર્થીઓની સફળતાનું ગૌરવ લેવાના બદલે સંઘની ભગિની સંસ્‍થાઓમાં હોદ્દેદાર બનવું ગૌરવ લેતા થયા પરિણામે શિક્ષણની કથળયુ. (૧૯) અધ્‍યાપકોને સંશોધન માટે માર્ગદર્શકના બનાવતા કોલેજના અધ્‍યાપકોને અન્‍યાય, (૨૦) સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પીએચડી કરવા જવાની ફરજ પડશે. ડો. રાજદીપસિંહ જાડેજા, ડો. નિદત બારોટ, ડો. હરદેવસિંહ જાડેજા, નરેન્‍દ્ર સોલંકી

(4:14 PM IST)