તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 6th September 2025
સાંજે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં : કાલે ચોટીલામાં ખેડુત મહા સંમેલન ગજવશે
આજે રાત્રી રોકાણ કુવાડવા પાસે પ્રભુ ફાર્મમાં કરશેઃ આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરોમાં ઉત્સાહ

ᅠરાજકોટ, તા.૬: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવી રહયા છે. આજે સાંજે ૭ વાગ્યે અરવિંદ કેજરીવાલનું હિરાસર એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યાથી કુવાડવા પાસે આવેલ ‘‘પ્રભુફાર્મ'' ખાતે જશે અને રાત્રી રોકાણ ત્યા જ કરશે અને બપોરે ચોટીલા જશે અને ત્યા ખેડૂત મહાસંમેલન સંબોધશે.
આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, જામજોધપુર ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા કપાસ પર આયાત વેરો હટાવવાના વિરોધમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં બપોરે ૧:૩૦ વાગ્યે નવું માર્કેટિંગ યાર્ડ, આણંદપુરા રોડ, ચોટીલા ખાતે ઉપસ્થિત રહેશે.
ખેડૂતોના હિત માટે કાલે તા.૭ સપ્ટેમ્બરે ચોટીલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં ખેડૂત મહાસંમેલન યોજાશે તેમ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જણાવ્યું છે. આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જણાવ્યું છે કે, ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં ભાજપ હંમેશા અગ્રેસર છે.વિદેશ નીતિમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ, જેનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે.વિકસિત દેશના દબાવમાં આવીને અને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરવા માટે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પહોંચાડવા માટેનું ષડયંત્ર સરકારે કર્યું હોય એમ લાગી રહ્યું છે.અમારી માંગ છે કે કપાસમાં ખેડૂતોને પ્રતિમણ રૂ.૨૧૦૦ રૂપિયા ચૂકવવામાં આવે.ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આરપારની લડાઈ લડશે.છેલ્લા ૩૫ વર્ષના ઇતિહાસમાં ન થયું હોય એટલી વિશાળ કક્ષાનું ખેડૂત મહાસંમેલન ૭ સપ્ટેમ્બરે થશે. ૭ સપ્ટેમ્બર રોજ ખેડૂત મહાસંમેલનમાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવશે.ખેડૂત મહાસંમેલન બાદ જો સરકાર ખેડૂતોની વાત નહીં માને તો આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરશે.જરૂર પડી તો ગુજરાતભરના ખેડૂતોને સાથે રાખીને ગાંધીનગર તરફ મોરચો માંડીશુ.દિવસેને દિવસે ખેતી વિરુદ્ધ નિર્ણયો લેવાતા જાય છે જેના કારણે ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના સાગર રબારી એ જણાવ્યું છે કે, દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની છે.ભાજપના રાજમાં નાના ધંધા રોજગાર તૂટી ગયા, જેના કારણે લોકો ખેતી તરફ વળી રહ્યા હતા એવા સમયમાં સરકારે કપાસની આયાત વેરામુક્ત કરી છે.અમેરિકાની સાથે સાથે ચીન સહિત તમામ દેશો પોતાનું કપાસ ભારત મોકલશે, જેનાથી ગુજરાત સહિત પુરા ભારતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે.ચીન પોતાના અજગર ભરડામાં દેશના ખેડૂતોને દબાવવા જશે તો આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી ચુપ નહીં બેસે.ભારત સરકારના નિર્ણયના કારણે ગુજરાતના ખેડૂતોનો કપાસ કોઈ ખરીદશે કે નહીં તેના પર મોટી શંકા છે.ખેડૂતોની સમસ્યા, ખેડૂતોના દેવા માફી જેવા અનેક ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી લડત લડી રહી છે.૨૦૨૪ના અતિવળષ્ટિના રાહત પેકેજની જે જાહેરાત થઈ હતી તેના પૈસા ખેડૂતોને મળ્યા જ નથી.(
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
