News of Saturday, 6th September 2025
અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ:અનેક રસ્તાઓમાં વહી ગયા
બોપલ, ઘુમા, ગોતા, શ્યામલ, શેલા, શિલજ, બોપલમાં વરસાદી માહોલ જામ્યો: ઈસનપુર, મણિનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોપલ, ઘુમા, ગોતા, શ્યામલ, શેલા, શિલજ, બોપલમાં વરસાદી માહોલ જામ્યો છે. તો શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે. ઈસનપુર, મણિનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણ રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે આ સાથે જ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
