<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે દુંદાળા દેવનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું.

    રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજી ની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી રાત સુધી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓ એ સલામત રીતે બાપ્પા ની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસનો આ અવસર પૂર્ણ થયો, પરંતુ વિસર્જન ટાણે બાપા ને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી અને આવતા વર્ષે ફરી પધારજો ના નાદ સાથે ભક્તો એ બાપા ને વિદાઇ આપી હતી.સાંજ સુધી રાજપીપળામાં નાના અને મધ્યમ દુંદાળા દેવની પ્રતિમાઓ વિસર્જન કરાઈ હતી, ત્યારબાદ મોડી સાંજથી રાત સુધીમાં મોટી પ્રતિમાઓ નુ વિસર્જન થયું હતું.
 પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વર્ષે રાજપીપળા શહેરમાંથી ૧૦૦ જેવી નાની, મોટી પ્રતિમાઓનુ કરજણ ઓવારે વિસર્જન થયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણી પ્રતિમાં વિસર્જન માટે આવી હતી, આ તમામ નું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું.

(10:18 PM IST)