<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

રાજપીપળા લીમડાચોકના મહાભારતની થીમ વાળા ગણપતિજીની પ્રતિમાનુ ફળીયામાં જ વિસર્જન કરાયું

લીમડા ચોક યુવક મંડળ દ્વારા માટીની ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરી હોય જેનું ફળીયામાં જ એક ટબમાં વિસર્જન કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે ગણેશ ભકતો દ્વારા વાજતે ગાજતે ગણપતિ નુ વિસર્જન કરાયું, જેમાં મોટી પ્રતિમાઓનુ કરજણ નદી કિનારે વિસર્જન થયું પરંતું કેટલાક ભક્તોએ ઈકો ફેન્ડલી, માટીની પ્રતિમા સ્થાપના કરી પર્યાવરણ બચાવવા પ્રયાસ કર્યો હતો જેમાં ખાસ કરીને રાજપીપળાના લીમડાચોક વિસ્તારમાં મહાભારતની થીમ પર સ્થાપના કરેલા દુંદાળા દેવ ગણપતિજીની પ્રતિમાનુ લીમડા ચોક યુવક મંડળ દ્વારા ફળિયામાં જ એક ટબમાં પાણી ભરી વિસર્જન કર્યું હતું. માટીની બનાવેલી આ પ્રતિમામા ઋષિમુનિ ગણપતિજીને લખાણ લખાવે છે અને ગણપતિજી લખતા હોય તેવી પ્રતિમા બનાવી હોય જેમાં ગણપતિજી અને ઋષિમુનિ આમ બંનેની પ્રતિમા  લીમડા ચોક ખાતે જ એક ટબ માં વિસર્જન કરવામાં આવ્યું.

(10:19 PM IST)