<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

રાત્રે 8 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.50 ઇંચ ખાબક્યો

65 તાલુકામાં 1 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ :પોશિનામાં 4 ઇંચ, રાધનપુરમાં 3.65 ઇંચ વરસાદ, બોટાદમાં 3.5 ઇંચ, પડધરીમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો

આમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે  સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે6 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 65 તાલુકામાં 1 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.50 ઇંચ વરસાદ નોંધાયો છે. પોશિનામાં 4 ઇંચ, રાધનપુરમાં 3.65 ઇંચ વરસાદ, બોટાદમાં 3.5 ઇંચ, પડધરીમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) 209 તાલુકામાં વરસાદ ખાબક્યો ચે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ થયો છે.  જેમાં બોટાદ, સાબરકાંઠાના પોશીના,  તલોદ, રાજકોટ, અમદાવાદના સાણંદ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે.  સાબરકાંઠાના પ્રાંતિજ, અરવલ્લીના બાયડ, ભીલોડા, મોડાસા, વલસાડના ધરમપુર અને ઉમરગામ, બનાસકાંઠાના દાંતા, પાલનપુર, મહેસાણાના કડી, અમદાવાદના દસ્ક્રોઈ, રાજકોટના ધોરાજી, પાટણ, જામનગરના કાલાવાડ, કચ્છના રાપર સહિત 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

(11:12 PM IST)