તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 7th September 2025
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં અંબાજી માતાજીના સાનિધ્યમાં ભાદરવી પૂનમનું અનેરું મહત્વ : અંબાજી માતાજી મંદિરમાં ભાવિકોની સાથોસાથ ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓ પણ માતાજીની ભક્તિમાં લીન થયા છે. મંદિરમાં ગરબે રમતા જોવા મળ્યા : જુઓ વિડીયો
ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે, શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે, સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે,આજે ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે

( જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૭
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં ભાદરવી પૂનમનું અનેરું મહત્વ હોય છે. આ દિવસની મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. પગપાળા જ્યોત લઈને મા અંબાના ધામમાં પહોંચે છે. આજે મંદિરમાં ભાવિકોની સાથોસાથ ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓ પણ માતાજીની ભક્તિમાં લીન થયા છે. મંદિરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા. આજે ભાદરવી પૂનમ છે. પરંતું ચંદ્રગ્રહણ ના કારણે આજે બપોર બાદ અંબાજી મંદિર બંધ રહેવાનું છે. ત્યારે આ પાછળનું કારણ પણ જાણી લો.
ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે. શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે. સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે. ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે.
અંબાજીમાં ભાદરવી પૂનમનો છઠ્ઠો દિવસ હોઈ લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા પહોંચી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ પોતાની યથા શક્તિ ભક્તિને લઈ પોતાની બાધા સાથે અંબાજી પહોચતા નજરે પડી રહ્યાં છે. બાળકો પણ પોતાના સારા અભ્યાસ તથા ઘરમાં શાંતિ રહે તે માટે માતાજીને વિનવણી કરવા દંડવત કરતા માતાજીના દરબારમાં પહોંચ્યા હતા. માતાજી એકનું નહિ, પણ અનેકનું સાંભળતા હોય છે ત્યારે બાળકોની ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા સાથે બાળકો પણ ચાચરચોકમાં નજરે ચઢ્યા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
