તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 7th September 2025
અરવિંદ કેજરીવાલની ચોટીલાની રેલી સભા, ભારે વરસાદને કારણે રદ
આજે ખેડુત મહાપંચાયતમાં ભાગ લેવાના હતાઃ જે કપાસ પર આયત કર હટાવવાના વિરોધમાં આયોજીત કરાયેલ

ગાંધીનગર: ભારે વરસાદના કારણે આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી રદ કરવામાં આવી છે. ચોટીલામાં આયોજિત થનારી તેમની સભા પણ ખરાબ હવામાનની સ્થિતિને લીધે સ્થગિત કરવામાં આવી છે. આ મામલે દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલ પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પંજાબ પૂરની ગંભીર પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.
વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ આ સમયે ગુજરાતના પ્રવાસે છે, જ્યારે પંજાબ પૂરની ગંભીર આફતનો સામનો કરી રહ્યું છે. આવા સમયે તેઓ ગુજરાતના પ્રવાસે જઈને રાષ્ટ્રીય નેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી પરેશાન હતું, ત્યારે તેઓ પંજાબ ગયા હતા, અને હવે જ્યારે પંજાબ પૂર જેવી આફતનો સામનો કરી રહ્યું છે અને મુખ્યમંત્રી ભગવંત માન પણ બીમાર છે, ત્યારે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમના પ્રવાસની શરૂઆત રાજકોટ પહોંચવાથી થઈ હતી. આ દરમિયાન તેઓ ચોટીલામાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. આ મહાપંચાયત કપાસ પર આયાત કર હટાવવાના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી.
કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકારએ ચોરીછૂપીથી કપાસના ખેડૂતો સાથે દગો કર્યો છે. અમેરિકાથી આવતા કપાસ પર આયાત શુલ્ક હટાવી દેવાથી દેશના ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થશે.
કેજરીવાલે આગળ કહ્યું કે એક તરફ સરકારે અમેરિકાથી આવતા કપાસ પર આયાત શુલ્ક હટાવ્યું, અને બીજી તરફ અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યું, જેના કારણે આપણો હીરા ઉદ્યોગ તબાહ થઈ ગયો છે. આ ઉપરાંત, કેજરીવાલે વોટ ચોરીના મુદ્દાને અસલી મુદ્દો ગણાવ્યો.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
