News of Sunday, 7th September 2025
છેલ્લા 24 કલાકમાં મેઘરજાએ ગુજરાતના 243 તાલુકાને ઘમરોળ્યુ: સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા 10 ઈંચ
ભારે વરસાદની આગાહીઃ માછીમારોને દરિયામાં ન જવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે.
પોશીના 6.02 ઈંચ, ધરમપુર 5.43 ઈંચ, રાધનપુર 4.65 ઈંચ, ભચાઉ 4.37 ઈંચ અને લાખણીમાં 4.09 ઈંચ વરસાદ નોંધોય છે. બીજી તરફ આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
