<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઊંઝામાં પિતાએ ૯ વર્ષની દિકરીના કપડા ફાડ્યાઃ પોકસો હેઠળ ફરિયાદ

વિનાજી ઠાકોરને પત્‍ની સાથે બે વર્ષથી અણબનાવ ચાલે છેઃ સર્વત્રથી ફિટકાર વરસ્‍યો

મહેસાણાઃ ઉંઝામાં સંબંધો લજવતો બનાવ સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ છૂટાછેડાની તકરારમાં અશોભનીય કૃત્ય આચર્યું હતું. જેમાં નરાધમ પિતાએ 9 વર્ષ ની દીકરીના કપડાં ફાડી જઘન્ય અપરાધ કર્યો હતો. આરોપીને વર્ષ 2023થી પત્ની સાથે અણબનાવ ચાલે છે.
આ અંગે માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. પતિ વિનાજી ઠાકોર સામે ઉંઝા કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે.બે મિત્રો સાથે આવેલા વિનાજી ઠાકોરે આ અશોભનીય કૃત્ય આચર્યું હતું.
જેને લઈને વિનાજી ઠાકોર અને તેના બે મિત્રો સામે ફરિયાદ દાખલ થઈ છે. એક માસ અગાઉ બનેલા આ બનાવમાં પોકસો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

(2:29 PM IST)