News of Sunday, 7th September 2025
નાયબ મામલતદાર કક્ષાના અધિકારી બનવા ૧૦ હજાર યુવક-યુવતિઓએ પરીક્ષા આપી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 3 કક્ષાના નાયક સેકશન અધિકારીની પરીક્ષા આજે સવારે 11 વાગ્યે અમદાવાદ શહેરના 75 પરીક્ષા કેન્દ્રો પર યોજાઇ

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની જગ્યાઓ માટે 3જી વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આજે, રવિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ શહેરના 75 પરીક્ષા કેન્દ્રો પર યોજાઇ હતી. આ પરીક્ષામાં 10,000 થી વધુ ઉમેદવારો ભાગ લીધો લીધો હતો. જેઓ રાજ્ય સરકારની સેવામાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.
અમદાવાદના 75 પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલ આ પરીક્ષા માટે GPSC દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા, પારદર્શિતા અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને પ્રવેશપત્ર અને ઓળખપત્ર જેવા જરૂરી દસ્તાવેજો લાવવા સૂચના આપવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઇ હતી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
