News of Sunday, 7th September 2025
ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે કોંગ્રેસનો ‘જન સત્યાગ્રહ’ કાર્યક્રમ મોકૂફ રખાયો : અમિત ચાવડાની જાહેરાત : જુઓ વિડીયો
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોને તંત્રની પડખે ઊભા રહી જનસેવામાં જોડાવા અપીલ કરી - કહ્યું- બમણા જોશ સાથે ફરી કાર્યક્રમ ગોઠવાશે

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સંજોગોમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી, આવતીકાલે એટલે કે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ 'જન સત્યાગ્રહ' કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
શ્રી ચાવડાએ કોંગ્રેસના તમામ કાર્યકરોને આ મુશ્કેલીના સમયમાં તંત્રની પડખે ઊભા રહીને જનસેવામાં જોડાઈ જવા માટે અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં આ કાર્યક્રમ બમણા જોશ અને જુસ્સા સાથે ફરીથી ગોઠવવામાં આવશે. કોંગ્રેસ ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ઉકેલવા અને તેમના હક્ક-અધિકારની લડતને મજબૂત અવાજ આપવા માટે કટિબદ્ધ છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણય વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધા માટે લેવામાં આવ્યો છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
