<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભારે વરસાદના કારણે PSIની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર

8 અને 9 સપ્ટેમ્બરે રદ કરાયેલી પરીક્ષા હવે 14 અને 15 સપ્ટેમ્બરે પોલીસ અકાદમીના સિન્થેટિક મેદાન ખાતે યોજાશે

ગાંધીનગર : બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શારીરિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટેની શારીરિક કસોટી 8 થી 13 સપ્ટેમ્બર દરમિયાન શારીરિક કસોટીનું આયોજન કરાઈ ખાતે આવેલા પોલીસ અકાદમીના સિન્થેટિક મેદાન ખાતે કરાયું હતું.

   રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટે યોજાનાર શારીરિક કસોટી રદ કરવામાં આવી છે. આ શારીરિક કસોટી 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાબેતા મુજબ યોજાશે. જેમાં 8 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે.  


 

 

(8:13 PM IST)