News of Sunday, 7th September 2025
ભારે વરસાદથી માઉન્ટ આબુનો રોડ ધોવાયો: ટ્રાફિક જામ સર્જાયો :ભારે વાહનો પર પ્રતિબંધ
આબુ રોડ પર ઘૂમ નજીક પાણીના પ્રવાહથી રોડ ધોવાઈ જતા એક તરફનો રોડ તૂટતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો

બનાસકાંઠાઃ ભારે વરસાદને પગલે માઉન્ટ આબુનો રોડ ધોવાયો છે. આબુ રોડ પર ઘૂમ નજીક પાણીના પ્રવાહથી રોડ ધોવાયો છે. એક તરફનો રોડ તૂટતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હાલમાં નાના વાહનો માટે માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓ માટે પણ નાના વાહનો જ જઈ શકશે. રાત્રે 08:30થી સવારે 06:00 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રોડ ધોવાતા વાહનો અટવાયા છે અને હાલમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
