News of Sunday, 7th September 2025
રાજપીપળામાં ચંદ્ર ગ્રહણ ના કારણે મહાદેવ શિવાયના તમામ મંદિરો બપોરથી બંધ
મહાદેવ ભોળાનાથ હોવાના કારણે તેમને ગ્રહણ ના નડે માટે ભોગનાથના મંદિરો ખુલ્લા: ચંદ્ર ગ્રહણના રાત્રે ૯.૩૦ વાગ્યાથી શરૂ થવાનું હોય જેના ૧૨ કલાક પહેલા વેદ ચાલુ થતો હોવાથી બપોરે એક વાગ્યાથી મંદિરો બંધ કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આજે રાત્રે ૯.૩૦ વાગ્યા થી સવારે ૧.૩૦ વાગ્યા સુધી ચંદ્ર ગ્રહણ હોવાના કારણે કેટલીક બાબતો ને ધ્યાને લઈ રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના મહાદેવ મંદિર સિવાય ના તમામ મંદિરો બપોરથી બંધ કરવામાં આવ્યા
રાજપીપળા સાંઈ મંદિર ના મહારાજ રોહિત મહારાજના જણાવ્યા મુજબ આજે રાત્રે ૯.૩૦ વાગ્યાથી સવારે ૧.૩૦ વાગ્યા સુધી ચંદ્ર ગ્રહણ હોય પરંતુ તેનો વેગ ૧૨ કલાક પહેલા શરૂ થતો હોવાના કારણે મંદિરો બપોરે એક વાગ્યાથી બંધ કરવામાં આવ્યા છે, જોકે મહાદેવએ ભોળાનાથ હોવાના કારણે તમામ મહાદેવના મંદિરો ખુલ્લા રખાઈ છે. સાથે સાથે ઘરના રહેલ મંદિર કે ભગવાનના ફોટા પર પુંજા પણ ગ્રહણના કારણે નહી કરી શકાય. સાથે સાથે ખાવા પીવાનું પણ વેદ ની અસર પહેલા પતાવી લેવાનું હોય ત્યારબાદ ભોજન પણ નહીં કરી શકાય, આમ ચંદ્ર ગ્રહણ માં ઘણી બાબતો નુ પાલન કરવું પડે છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
