<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

દુધધારા ડેરીની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખના મેન્ડેટને પડકાર : અરૂણસિંહ રણાની પેનલ ચૂંટણી લડી લેવા મક્કમ

સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પત્ર લખી એક ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્ર ની મહત્વની એવી દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખે આપેલા મેન્ડેટ સામે ભાજપનાજ ધારાસભ્ય અને પીઢ સહકારી આગેવાન અરૂણસિંહ રાણા એ પડકાર ફેંકી મેન્ડેટ અગાઉ પોતાની જાહેર કરેલી પેનલના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી મક્કમ જાહેરાત કરતા ડેરીના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ પટેલ ની રાજકીય ગણતરી ઉંધી પડી ગયેલી જણાય છે. કારણકે ભાજપ પ્રદેશ પ્રમુખે આપેલા મેન્ડેટ માં અરૂણસિંહ રણા ની પેનલ ના ત્રણ ઉમેદવારો નો સમાવેશ તો કર્યો પણ ત્રણેય ઉમેદવારોએ મેન્ડેટનો અસ્વીકાર કરી અરૂણસિંહ રણા સાથે રહેવાની જાહેરાત કરતા ઘનશ્યામ પટેલને ચૂંટણીમાં પ્રથમ ફટકો પડ્યો, 

  બીજીબાજુ સાંસદ મનસુખ વસાવા એ પણ મેન્ડેટ સામે નારાજગી વ્યક્ત કરી બંને જિલ્લા ના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહીત કોઈને પણ વિશ્વાસ માં લીધા વિના મેન્ડેટ જાહેર કરાયો હોય વાંધો ઉઠાવ્યો છે. જોકે સાંસદે વ્યક્તિગત પ્રકાશ દેસાઈ ની ઉમેદવારી સામે વિરોધ કરતા અને જે પત્ર લખ્યો છે તે સીધો પ્રદેશ પ્રમુખ ને બદલે જિલ્લા પ્રમુખ ને લખતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે જયારે ભાજપ ઉમેદવારો માં ચાર થી પાંચ જેટલા ઉમેદવારો કોંગ્રેસ ના હોવાથી ભાજપ છાવણી માં પણ મેન્ડેટ ને લઈને ભારે નારાજગી વર્તાઈ રહી છે જેની  સીધી અસર ડેરી ની ચૂંટણી માં ઘનશ્યામ પટેલ ની પેનલ ને થશે અને તેના પરિણામે ભરૂચ માં પણ જે રીતે ઇફ્કો ની ચૂંટણી માં જયેશ રાદડિયા એ ભાજપ પ્રમુખ ના મેન્ડેટ સામે ચૂંટણી લડી વિજય મેળવ્યો હતો તેનું દુધધારા ડેરી માં પુનરાવર્તન થશે તેમ મનાય છે


 

(10:05 PM IST)