<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

દેવમોગરા ગામથી એક્સ યુ.વી ગાડી સાથે પ્રોહી. નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામથી નર્મદા એલસીબી ટીમે બાતમીના આધારે અંગ્રેજી દારૂના જથ્થા સાથે એકને ઝડપી ગુનો દાખલ કર્યો છે.

        મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કામગીરી કરવા તેમજ આગામી તહેવારો માં જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવા કડક સુચના આપતા પોલીસ ઇન્સપેક્ટર આર.જી, ચૌધરી એલ.સી.બી, નર્મદાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી અંગેની વોચ તેમજ સાગબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે દેવમોગરા ગામ ખાતે રહેતા પ્રફુલભાઈ ફુલસીગભાઈ વસાવાની એક્સ યુ.વી ગાડી નંબર જી.જે ૦૫ જે.એસ ૧૩૦૫ મા ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ છે.તે હકીકત ના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ભારતીય બનાવટનો અગ્રેજી દારૂ કિ.રૂ ૪૦,૫૬૦/-પ્રોહી મુદ્દામાલ સાથે પ્રફુલભાઈ ફુલસીગભાઈ વસાવા રહે.દેવમોગરા ને ઝડપી પાડવામાં આવ્યો છે.
  જ્યારે (૧) અશ્વિન જેનુ પૂરૂ નામ કે સરનામુ ખબર નથી તે ( રહે.મોલગી ) અને (૨) વિઠ્ઠલભાઇ વસાવા જેનુ પૂરૂ નામ ખબર નથી તે (રહે. સોલીયા તા.દેડીયાપાડા જી.નર્મદા )ને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:08 PM IST)