<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર મોટા ભૂવામા ટ્રક પલટી મારતા રહી ગઈ

રાજપીપલાથી કેવડિયા જતા રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં ટ્રક ફસાઈ, ચાલકનો આબાદ બચાવ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ના કારણે અનેક માર્ગો બિસ્માર થયા છે જેમાં વારંવાર અકસ્માત થાય છે ત્યારે એક ટ્રક કેવડિયા થી રાજપીપલા તરફ આવી રહી હતી જે ઝુંડા ગામ પાસે રસ્તા પર પાણી ભરાયા છે ત્યાં ટ્રક ખાડા માં ફસાઈ ગઈ જેમાં ટ્રક ચાલક નું કહેવું છે કે ટ્રક પલટી મારતા રહી ગઈ અને તેનો જીવ બચી ગયો.
   કેવડિયાથી રાજપીપળા તરફ આવી રહેલી ટ્રક નંબર GJ.17.X X. 7716 ના ચાલક રાજપીપળા તરફ આવી રહ્યો હતો ત્યારે ઝુંડા ગામ પાસે પડેલા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય ટ્રક ચાલકને પાણીની અંદર ઊંડો ખાડો હોવાનું અનુમાન નહીં લાગતા તેણે પાણી માંથી ટ્રક પસાર કરવા પ્રયત્ન કર્યો પરંતુ ટ્રક નું વ્હીલ પાણી મા રહેલા લગભગ બે ફૂટ જેવા ઊંડા ખાડામાં ગરકાવ થતા ટ્રક એક સાઇડ પર નમી પડી અને પલટી મારતા બચી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.
લગભગ મોટાભાગના માર્ગો પર મોટા મોટા ભૂવા છે ત્યારે તંત્ર ની આંખો ક્યારે ઉઘડશે અને માર્ગોની મરામત ક્યારે થશે. અગાઉ પણ બાઇક ચાલક આ જ રસ્તા પર ખાડામાં પડતા હાથ ના ભાગે ફ્રેક્ચર થયું હતું. ત્યારે મહત્વની વાત એ છે કે આ રસ્તો વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો રસ્તો છે, તો શુ આવી રીતે વૈશ્વિક લેવલની પ્રતિમા જોવા જશે પ્રવાસીઓ, અને જિલ્લાની વિશ્વ ફલક પર કેવી છાપ પડશે તે પણ એક સવાલ છે.


 

(10:09 PM IST)