News of Sunday, 7th September 2025
પ્રતાપનગર ગામની સીમમાં આવેલ અપોલો સોલાર પાવર પ્લાન્ટમાંથી રૂ.૪૨ હજારના વાયરોની ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની સીમમાં આવેલ અપોલો સોલાર પાવર પ્લાન્ટ માંથી વાયરોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર સોલર પ્લાન્ટના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કિશોરભાઈ ભદ્રેશભાઈ ચૌહાણએ આપેલી ફરિયાદ મુજબ ગઇ તા.૦૨/૦૯/૨૦૨૫ના રોજ સાંજના ૭.૦૦ વાગ્યાથી વાગ્યાથી તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારના ૦૯/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પ્રતાપનગર ગામની સીમમાં એચ.પી પેટ્રોલ પંપની પાછળ આવેલ અપોલો સોલાર પાવર પ્લાન્ટમાં તારની વાડ તોડી અંદર ઘૂસી ચોર આશરે ૧૨૦૦ મીટર ડી.સી. કેબલો કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- નો મુદામાલ કોઇ અજાણ્યો ચોર શખ્શે કાપી ચોરી કરી લઇ જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
