<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ગરુડેશ્વરના શમસેરપુરા ગામમા જુગાર પર પોલીસ ત્રાટકી : ૬૮.૨૦૦ ના મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના શમસેરપુરા ગામમા પોલીસે છાપો મારી ત્રણ જુગારીઓ ને મુદામાલ સાથે દબોચી લીધા હતા

     ગરુડેશ્વર પોલીસે બાતમીના આધારે શમશેરપુરા ગામમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧) વિક્રમ કાશીરામભાઈ તડવી ( રહે.ગાડકોઇ નવી વસાહત તા.ગરૂડેશ્વર જી.નર્મદા) તથા નં (૨)સતીષ માનસિંગભાઈ ભીલ( રહે.ઉંડવા મંદીર ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા) તથા (૩) રતીલાલ વિઠ્ઠલભાઇ તડવી (રહે..ઉંડવા સાંકળ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) નાઓએ શમસેરપુરા ગામમા ભાણાભાઈ લલુભાઈ તડવીના ઘરના આગળના ભાગે ઓટલા ઉપર જાહેરમાં પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી દાવ ઉપરથી રોકડા રૂપીયા ૨૧૦૦/- તેમજ ત્રણેય જુગારીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપીયા ૧૧,૧૦૦/- મળી કુલ રોકડા રૂ.૧૩,૨૦૦/-તેમજ મો.સા.નંગ ૦૨ જેની કિ.રૂ.૫૫,૦૦૦/ મળી કુલ રૂ. ૬૮,૨૦૦ ના જુગારના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન મળી આવી પકડાઈ જઇ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:14 PM IST)