News of Sunday, 7th September 2025
રાજપીપળા અને સાગબારા તાલુકામાં બે અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપળા અને સાગબારા તાલુકામાં થયેલા બે અકસ્માતમાં કુલ ત્રણને ઇજા થતા ગુનો દાખલ થયો છે
પ્રથમ ફરિયાદ માં પ્રિયંકાબેન નરેન્દ્રભાઈ પરમાર ( રહે-ભદામ ટેકરા પરમાર ફળીયુ તા-નાંદોદ જી-નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ ભદામ ગામ આગળ તોરણાના પાટીયા નજીક એક એકટીવા ગાડી નં-GJ-22-M-6778ના ચાલકે તેના કબ્જાની એકટીવા ગાડી પુરઝડપે હંકારી લાવી ચાલતા જતા પ્રિયંકાબેન પરમાર તથા નેહાબેન વસાવા નાઓ સાથે અથાડી પ્રિયંકાબેન ને માથાના આગળના ભાગે કપાળે તથા ડાબા હાથાના કાડાના ભાગે ઈજા પહોંચાડી તથા ડાબા હાથની કોણીના ભાગે ફેકચર કરી ગંભીર ઈજા પહોંચાડેલ તથા નેહાબેન નગીનભાઈ વસાવા નાઓને માથાના ભાગે તથા કપાળના ભાગે ઈજા પહોંચાડી ગુનો કર્યો હતો.
જ્યારે બીજો અકસ્માત ધનશેરા ગામ નજીક થયો જેમાં નરસિંહભાઇ નકટીયાભાઇ વસાવા, (રહે નરવાડી નિશાળ ફળીયુ, તા.સાગબારા જી.નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ ઈકો ગાડી ના ચાલક પોતાના કબ્જામાની સફેદ કલરની ઇક્કો ગાડી જેનો નંબર-GJ-05-RP-4453 વાળાએ ચીકાલી ફાટક બાજુથી પુરઝડપે હંકારી લાવી પોતાનો તથા બીજા રાહદારીઓ તેમજ વાહન ચાલકોનો જીવ જોખમાય તે રીતે ચલાવી ઇક્કો ગાડી વડે નરસિંહભાઈ ની હોન્ડા સાઇન મો.સા. નંબર-GJ-22-N-4839ને ધનશેરા નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે પાછળથી ટક્કર મારી નરસિંહભાઈ ને રોડની બાજુમાં જમીન પર પાડી દઈ ગળાની જમણી બાજુ આવેલ પાસળીમા ફેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યો હોય ઉપરોક્ત બંને અકસ્માત માં રાજપીપળા અને સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
