News of Sunday, 7th September 2025
સોમવારથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ: ૧૨ વાગ્યે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે
મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત, અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગો સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરાશે

ગાંધીનગર : આવતીકાલ, સોમવારથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ બપોરે ૧૨ વાગ્યે થશે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત, અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગો સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાશે. આ સત્રમાં GST સુધારા વિધેયક અને ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓ વિધેયક સહિતના મહત્વના વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત, કામકાજ સલાહકાર સમિતિના અહેવાલ પણ ગૃહના મેજ પર મુકાશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
