News of Sunday, 7th September 2025
રાત્રે અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલી સાબરમતીમાં 32,410 ક્યુસેક પાણી છોડાયું
સાબરમતી નદીમાં વાસણા બેરેજથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેઇન કરાશે

અમદાવાદમાં મધ્યરાત્રીથી વરસી રહેલા વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેઇન કરવામાં આવશે. ધરોઈ ડેમમાંથી 94432 ક્યુસેક પાણીની આવક સાબરમતીમાં થઈ રહી છે. જ્યારે સંત સરોવરમાંથી 68585 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા કેનાલમાંથી 1633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
