<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

સાબરકાંઠાનાં પ્રાંતિજ નજીક નજીક સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ

ધરોઈ ડેમના 5 દરવાજા ખોલાતા સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસામાંથી પસાર થતી સાબરમતી બે કાંઠે :ગાંધીનગરનાં સંત સરોવરનાં તમામ 21 દરવાજા ખોલાયા

સાબરકાંઠાનાં પ્રાંતિજ નજીક નજીક સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે . ધરોઈ ડેમના 5 દરવાજા ખોલાતા સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસામાંથી પસાર થતી સાબરમતી બે કાંઠે વહી છે જયારે ગાંધીનગરનાં સંત સરોવરનાં તમામ 21 દરવાજા ખોલાયા છે . જૂના કોબામાં 70 લોકોનું સ્થળાંતર કરાયું હાલ નદીકાંઠે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત છે 

   અમદાવાદમાં વાસણા બેરેજનાં 27 દરવાજા ખોલી પાણી છોડાતા રૂપે ધોળકાના 7 સહિત જિલ્લાના 28 ગામોમાં એલર્ટ કરાયા છે   ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી અને વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ. હાલ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. નદી કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 


 

(11:46 PM IST)