<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

અરવલ્લીના શામળાજી પાસે બીજા દિવસે પણ ભેખડ ધરાશાયી

ભેખડનો કાટમાળ હાઇવે પર પડતા ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી

અમદાવાદ : રાજયમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કચ્છ એની ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે ત્યારે અરવલ્લીના શામળાજી પાસે બીજા દિવસે પણ ભેખડ ધરાશાયી થઈ ગઈ. શામળાજી-ઉદયપુર હાઇવે પર ભેખડ ધસી પડી. ભેખડનો કાટમાળ હાઇવે પર પડતા ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી. તંત્રએ તો લોકોને સાવચેતીની અપીલ કરી છે. પરંતુ, હાઇવે પરથી પસાર થનારા લોકોમાં ભયનો માહોલ છે.

 

(11:47 PM IST)