<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભરૂચના આમોદ પંથકમાં અવિરત વરસાદથી નદીઓ બે કાંઠે: ઢાઢર નદીમાં આવક વધતા જળસ્તર ભયજનક સપાટી પર

નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાનીનો વારો આવ્યો :તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયુ

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં અવિરત વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે.  ઢાઢર નદીમાં આવક વધતા જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. ઢાઢર નદીનું જળસ્તર 101 ફૂટની સપાટી નજીક પહોંચ્યુ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયુ છે. મહત્વનું છે, ભરૂચ જિલ્લામાં વરસાદ જામ્ચો છે. એકતરફ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ટળી છે. તો, બીજી તરફ ઢાઢર નદી ભયજનક સપાટીની નજીક છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાનીનો વારો આવ્યો છે. હાલ, વહીવટી તંત્ર સતત ખડેપગે છે. લોકોને સાવચેતી માટે એલર્ટ આપ્યું છે અને અફવાઓથી દૂર રહેવા સૂચના અપાઇ છે.

 

(11:50 PM IST)