News of Monday, 8th September 2025
આજથી પ્રારંભ થતું વિધાનસભાનું ચોમાસુ સત્ર તોફાની બની રહેશે
આજે પ્લેન દુર્ઘટના મૃત્યુ પામનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બીજા દિવંગતોને અંજલી અપાશેઃ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા જનવિશ્વાસ સુધારા બિલમાં ગુજરાત તરફથી જુદા જુદા વિભાગોના સુધારા કરતા વિધેયકો ગળહમાં રજૂ થશેઃ સરકારને ઘેરવા અને ઉઘાડી પાડવા કોંગ્રેસનું આયોજન

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૮: ત્રણ દિવસ માટે આજથી શરૂ થતું વિધાનસભાનું ચોમાસુ સત્ર રાજ્ય સરકારની કયાંક કયાંક નિષ્ફળતાને લીધે કોંગ્રેસ દ્વારા આવા પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવી રાજ્ય સરકારને ઘેરવા પ્રયાસો કરશે ત્યારે આ સત્ર તોફાની બની રહેવાના એંધાણ મળી રહ્યા છે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ટૂંકા સત્રમાં પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન દુર્ઘટનામાં મળત્યુ પામેલા દિવંગગતોને અંજલી આપવામાં આવશે ત્યારબાદ સુધારા કરતા વિધેયક સહિત બીજા વિધેયકો ગળહમાં રજૂ થશે.
કોંગ્રેસના એક આગેવાનના જણાવ્યા મુજબ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધી રહેલ ગુંડાગીરી, લુખ્ખાગીરી, અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આંતક મચાવવા અને બળાત્કાર જેવા બનાવો રાજ્યભરમાં વધી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પડઘો વિધાનસભામાં પાડી ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસે શષાો સજાવ્યા છે.
ઉપરાંત મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચુભાઈ ખવડનો પ્રશ્ન પણ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે કપાસની ડ્યુટીને લીધે ખેડૂતોને પડી રહેલ આર્થિક ફટકા જેવા પ્રશ્નો પણ ગળહમાં ગાજશે.
આજે સવારે ૧૦ વાગ્યે સાશક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસે બંને પક્ષ દ્વારા પાર્ટીના ધારાસભ્યો સાથે સત્ર દરમિયાન રણનીતિ ઘડવા વિધાનસભામાં બેઠક પણ મળી હતી.(૨.૬)
આજે કોંગ્રેસ દ્વારા રાખવામાં આવેલ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ મોકૂફ
(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૮: આજે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટ ચોરી પ્રશ્ને આજે વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં ભારે વરસાદને લીધે આજનો આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવતા ગાંધીનગરના સ્થાનિક તંત્રએ હાસકારો અનુભવ્યો છે. જોકે આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજશે જેમાં ગુજરાતમાં મોંઘુ શિક્ષણ, મોંઘુ આરોગ્ય, બેફામ ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો પ્રજા સમક્ષ મુકશે.(૨.૬)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
