<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આપના ધારાસભ્ય ચૈતર વસાવા ત્રણ દિવસ જેલ મુક્ત

આજથી શરૂ થયેલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા પોલીસ જાપ્તા સાથે વડોદરાથી સીધા ઞાંધીનઞર લઈ જવાયા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.8 વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન મળતા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આજે મુક્તિ મળી હતી.ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આપના કાર્યકરો જેલ બહાર એકઠા થયા હતા તેઓને ત્યાંથી સીધા પોલીસ જાપતા સાથે આજથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા લઈ જવાયા છે

(4:47 PM IST)