News of Monday, 8th September 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં અનરાધાર વરસાદ: સૌથી વધુ સુઈ ગામમાં 16.14 ઇંચ ખાબક્યો
ભાભર: 12.91 ઇંચ,વાવ: 12.56 ઇંચ,રાપર: 12.48 ઇંચ,થરાદ: 11.73 ઇંચ,સાંતલપુર: 7.56 ઇંચ,રાધનપુર: 7.17 ઇંચ, દિઓડર: 6.69 ઇંચ અને માળિયા: 4.57 ઇંચ વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે મેઘમહેર જોવા મળી છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળાઓ છલકાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહારને પણ અસર થઈ છે.
મહત્ત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ થયો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.
છેલ્લા 24 કલાકમાં સુઈગામ: 16.14 ઇંચ,ભાભર: 12.91 ઇંચ, વાવ: 12.56 ઇંચ, રાપર: 12.48 ઇંચ, થરાદ: 11.73 ઇંચ, સાંતલપુર: 7.56 ઇંચ, રાધનપુર: 7.17 ઇંચ,દિઓડર: 6.69 ઇંચ, માળિયા: 4.57 ઇંચ, વાલોડ: 4.41 ઇંચ, દેહગામ: 4.33 ઇંચ, કપરાડા: 4.13 ઇંચ, વ્યારા: 4.06 ઇંચ, વલસાડ: 3.74 ઇંચ,ધરમપુર: 3.54 ઇંચ,ગાંધીધામ: 3.43 ઇંચ,ખેરગામ: 3.39 ઇંચ, ડોલવણ: 3.39 ઇંચ, મોરબી: 3.35 ઇંચ અને દાંતા: 3.31 ઇંચ વરસાદ વરસ્યો હતો
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
