તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
ગોપાલ ઇટાલિયા ગૃહમાં હાજરઃ ટી.પી. સ્કીમ સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા
કોર્ટ કેસ-વાંધા અરજી વગેરેના કારણે ટી.પી.માં વિલંબઃ ઋષિકેશ પટેલ કોંગીની તોફાની તૈયારી હતી પણ બચૂભાઇ ખાબડ વિધાનસભામાં ન આવ્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ તા. ૮, આજે વિધાનસભામાં નવા ચૂંટાયેલ વિસાવદરના સભ્ય શ્રી ગોપાલ ઇટાલીયા પ્રથમ વખત ગૃહમાં હાજર રહયા અને પ્રથમ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો જેમાં રાજયની ટી.પી. સ્કીમમાં સમય મર્યાદા કરતા વધારે સમય થાય છે. તેના કારણો કયા છે.
આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમોની સમય મર્યાદા નકકી કરવામાં આવે છે પરંતુ કેટલીક સ્કીમોમાં કોર્ટ કેશો અને ખેડૂતોના વાંધાઓ ઉપસ્થિત થતા હોય છે તેના કારણે વિલંબના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. પરંતુ કોર્ટમાં કેશો પડતર હોય છે ત્યારે તેનો નિકાલ ન આવે ત્યાં સુધી વિલંબ થવામાં આવે છે.
આજે ગૃહમાં પંચાયત મંત્રીશ્રી બચુભાઇ ખાબડની ગેરહાજરી હતી જો હાજર રહયા હોત તો વિરોધ પક્ષે ભારે તોફાન કરવાની તૈયારી રાખી હતી.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
