તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
અન્નપૂર્ણાધામ કુમાર છાત્રાલયમાં નરહરિ અમીનના હસ્તે જીમ પ્રારંભ

રાજકોટ, તા.૮: શ્રી અન્નપૂર્ણાધામ, અડાલજ ગાંધીનગર ખાતે આવેલ કુમાર છાત્રાલય ખાતે રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીનનાં હસ્તે શ્રી ધનસુખભાઈ જસમતભાઈ દેવાણી, દાતાશ્રી દ્વારા કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓનાં ઉપયોગ માટે આપવામાં આવેલ જીમ્નેશીયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દાતાશ્રી ધનસુખભાઈ દેવાણીનું અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી નરહરિ અમીન અને ટ્રસ્ટનાં પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજનાં ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી માવજીભાઈ લુણાગરિયા, ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલ, સહમંત્રીશ્રી નાગજીભાઈ શિંગાળા, જનસહાયક ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરૂણ અમીન, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓ શ્રી મધુભાઈ વસાણી, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનો સ્ટાફ તથા કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
