News of Monday, 8th September 2025
દક્ષિણપૂર્વ પાકિસ્તાન પરનું ડીપ ડિપ્રેશન નબળું પડી રહ્યું છે : ગુજરાત અને રાજસ્થાનના નજીકના વિસ્તારોમાં અસર થવાની શક્યતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : આજ રોજ ૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫, ના રોજ બપોરે ૧૧.૩૦ વાગ્યે દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન અને કચ્છના વિસ્તારો પર કેન્દ્રિત થયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા ૬ કલાકથી ઉત્તર-પヘમિ દિશામાં ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલમાં અક્ષાંશ ર્ં૨૫.૩ઓએન અને રેખાંશ ર્ં‘૭૦.૨ઓ'ઈ પર કેન્દ્રિત છે.
સ્થિતિ અને ગતિ : આ ડીપ ડિપ્રેશન હાલમાં પાકિસ્તાનના ચ્હોરથી લગભગ ૫૦ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં, રાજસ્થાનના બાડમેરથી ૧૩૦ કિલોમીટર દક્ષિણ-પヘમિમાં, ગુજરાતના રાધનપુરથી ૨૨૦ કિલોમીટર ઉત્તર-પヘમિમાં, રાજસ્થાનના જેસલમેરથી ૧૯૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણપヘમિમાં, અને ગુજરાતના ભુજથી ૨૩૦ કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ડીપ ડિપ્રેશન આગામી સમયમાં દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની નજીકના રાજસ્થાનના વિસ્તારોમાં ઉત્તર-પヘમિ દિશામાં ગતિ કરતું રહેશે. ત્યારબાદ, તે પヘમિ તરફ આગળ વધે તેવી અને ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ કારણે, આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ માહિતી હવામાનશાષીય અહેવાલ પર આધારિત છે.(૩૭.૧૬)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
