News of Monday, 8th September 2025
આજે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મોરબી જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યા બાદ હવે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 14 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
10થી 14 દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ તા.૮ગુજરાતમા આજે સવારથી અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મોરબી જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 14 સપ્ટેમ્બર સુધી હળવોથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 8 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે તેમ હોય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે 8 સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થઇ શેક છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10થી 14 સપ્ટેમ્બરની હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આગામી 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
