<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

સાબરકાંઠામાં આર્મી જવાનને માર મારવાનો વિરોધ ઉગ્ર બન્યો: મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી

એક સ્થાનિક આર્મી જવાનને મોતીપુરા પોલીસ ચોકી પાસે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો

સાબરકાંઠામાં આર્મી જવાનને માર મારવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. હવે આ મુદ્દો લોકશાહી વિરોધનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. મોતીપુરા પોલીસ ચોકીમાં થયેલી ઘટનાઓ અને તોડફોડના પગલે સમગ્ર જિલ્લામાં ઉગ્ર વિરોધ સર્જાયો છે.

   વિગતો મુજબ આ મામલે નિવૃત્ત સૈનિક સંગઠન સહિત સમર્થકો વિરોધ નોધાવી રહ્યા છે. આ દરમિયાન મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાંઆ આર્મી જવાનને માર્યો હતો તે પોલીસ ચોકી ના કાચ ખુરશીઓ તોડી નાખી હોવાનું સામે આવ્યું છે. 

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડ બાદ તેના વિરુદ્ધ FIR નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, એક સ્થાનિક આર્મી જવાનને મોતીપુરા પોલીસ ચોકી પાસે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જાણવા મળ્યું છે કે,મારઝુડનો ભોગ બનેલા જવાને દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, અને તેના સાથે પોલીસ દ્વારા અપમાનજનક વર્તન થવું લોકો સહન કરી નથી શકતા.

   આ ઘટનાથી અસંતોષની લાગણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મોતીપુરા પોલીસ ચોકીમાં કાચ, ખુરશીઓ તેમજ અન્ય સાધનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. લોકોનો ઉગ્ર રોષ જોઈ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. આ તરફ સુરક્ષાના ભાગરૂપે અહીં તાત્કાલિક કાફલો મોકલવામાં આવ્યો હતો

   આર્મી જવાન સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં નિવૃત્ત સૈનિક સંગઠનો પણ ખુલ્લા મેદાનમાં ઉતરી આવ્યા છે. તેઓએ જાહેરપણે જણાવ્યું છે કે, આ પ્રકારના ઘટનાઓ દેશસેવાને અપમાન કરે છે અને સૈનિકોના મનોબળને તોડે છે. લોકોની સ્પષ્ટ માંગ છે કેમ જે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે. જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો આંદોલન સ્ટેટ લેવલે અથવા નેશનલ લેવલે પહોંચવાની પણ શક્યતાઓ છે

   નોંધનિય છે કે, હાલમાં પોલીસ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી,પરંતુ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરવાની ખાતરી આપી છે. જિલ્લાની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(8:04 PM IST)