<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભારે વરસાદને પગલે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી

ગોધરા નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી!:ડ્રાઈવરની સમયસૂચકતાએ અનેક લોકોના જીવ બચાવ્યા

ગોધરા, તા.૮

પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે, જેમાં એક ડ્રાઈવરની સમયસૂચકતા અને તત્કાલ નિર્ણયશક્તિએ અનેક લોકોના જીવ બચાવ્યા. આ ઘટના ગોધરાથી આણંદ તરફ જતી એક મેમુ ટ્રેન સાથે બની હતી.

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ રહ્યું છે. આવી જ એક ઘટના ટીંબા રેલવે સ્ટેશન નજીક બની હતી, જ્યાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું મોટું ધોવાણ થયું હતું. આ સમયે, ગોધરાથી આણંદ તરફ જઈ રહેલી મેમુ ટ્રેનના પાયલોટને આ ટ્રેકના ધોવાણનો ખ્યાલ આવ્યો.

તેમણે તત્કાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ટ્રેનને સમયસર રોકી દીધી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં.

પાયલોટે ટ્રેન થોભાવીને રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી. તત્કાલ રેલવેના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી. તેમણે ટ્રેક પર થયેલા ધોવાણને સુધારવા માટે તાત્કાલિક મેટલનું પુરાણ શરૃ કર્યું. થોડા સમયમાં જ ટ્રેકને ફરીથી સુરક્ષિત બનાવવામાં આવ્યો, જેના બાદ મેમુ ટ્રેનને આગળ વધારવામાં આવી.

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મુસાફરી દરમિયાન પાયલોટની સમયસૂચકતા કેટલી મહત્વની હોય છે. તેમની તત્કાલ નિર્ણયશક્તિએ એક સંભવિત મોટી દુર્ઘટનાને ટાળી, જેનાથી અનેક મુસાફરોના જીવ બચી ગયા. આ પાયલોટની ફરજપાલન અને સમજદારી ખરેખર પ્રશંસાને પાત્ર છે.

 

(8:24 PM IST)