<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા: 289 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો

એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો મુકાઈ :અન્ય જિલ્લા માંથી NDRF અને SDRF ની અન્ય ટીમો મંગાવવામાં આવી

બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક મળી હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર એસપી જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રનો કાફલો વાવ જવા રવાના થયો છે. વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર તેમજ તંત્રની ગાડીઓ સ્તામાં રોકવામાં આવી છે. 

વાવ થરાદ હાઇવે પાણીમા ગરકાવ થતા તંત્રનું જવું બન્યું મુશ્કેલ. જિલ્લા કલેકટર એસપી અને ડીડીઓએ પોતાની ગાડીઓ છોડી. રેઈનકોટ પહેરી કલેકટર, એસપી અને ડીડીઓ ખાનગી વાહનમાં વાવ જવા નીકળ્યા છે. હાઇવે ઉપર નાના વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થિતી નથી.

જિલ્લા કલેકટરના કહેવા મુજબ 12 ગામો સંપર્ક વિહોણા થયા છે. 289 ગામોમાં વીજળી ગુલ થઈ છે. જિલ્લામાં હાલ એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો મૂકવામાં આવી છે. અન્ય જિલ્લા માંથી NDRF અને SDRF ની અન્ય ટીમો મંગાવવામાં આવી છે. 13 ગામોમાં રસ્તા નો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્રની પ્રાથમિક પ્રાયોરિટી છે કોઈપણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય તો તેનું રેસ્ક્યુ કરવાનું છે.

(8:49 PM IST)