હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 8th September 2025
અમદાવાદના વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડવામા આવતા રસિકપુરા ગામમાં જળબંબાકાર
ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિક સરપંચે સુકા નાસ્તા તરીકે ચવાણું મંગાવી લોકોને તેના ફુડ પેકેટ બનાવીને વહેંચ્યા

અમદાવાદના વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડવામા આવેલા પાણીથી, ખેડાના રસિકપુરા ગામમાં તબાહી સર્જાઈ છે. સાબરમતી નદી કિનારે આવેલ રસિક પુરા ગામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આખુ રસિકપુરા ગામ પાણીમાં ડૂબ્યું છે. રસિકપુરા ગામના સામે આવેલા આકાશી નજારામાં, સાબરમતી નદીના પાણીએ વેરેલી તબાહી સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જોકે તંત્ર દ્વારા ગામમાં ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિક સરપંચે સુકા નાસ્તા તરીકે ચવાણું મંગાવી લોકોને તેના ફુડ પેકેટ બનાવીને વહેંચ્યા હતા.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
