હજયાત્રીઓને વિશેષ સગવડ મળી રહે તેવા ઉમદા આશયથી 'ગુજરાત હજ હાઉસ' બાજુની જગ્યા ખરીદવા રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
ગુજરાત રાજ્ય હજ સમિતિના પ્રયાસોને ભવ્ય સફળતા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગુજરાત રાજ્યનાં હજ યાત્રિકો માટે આનંદના સમાચાર છે. સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને સચિવ આઈ. એમ. ઘાંચીએ એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે, હજ યાત્રીઓને સગવડ મળી રહે તેવા ઉમદા આશયથી ગુજરાત હજ હાઉસની બાજુની જગ્યા ખરીદવા માટે ગુજરાત સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આ એક મોટી સિદ્ધિ છે, જે હજ યાત્રિકો માટે સુવિધા વધારવામાં મદદ કરશે.
આ મંજૂરી મેળવવા માટે હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ, નાહિનભાઈ કાઝી, નાસિરખાન બલોચ, વકારભાઈ શેખ, રુકૈયાબેન એસ. ગુલામહુસૈનવાલા, ફૈયાઝઅલીભાઈ સૈયદ, આમદભાઈ જત, અકરમભાઈ શાહ, નઝહતબેન સેતા, અને ડૉ. મોહસિન લોખંડવાલા (અધ્યક્ષ, વકફ બોર્ડ) સહિતના સભ્યોએ સતત પ્રયાસો કર્યા હતા. તેમના આ અથાગ પ્રયાસોને કારણે આ સફળતા મળી છે. આ સિદ્ધિ બદલ ગુજરાત રાજ્ય હજ સમિતિને ચારે બાજુથી શુભેચ્છાઓ મળી રહી છે. સમિતિ આ અંગેની આગળની કાર્યવાહી પણ સરળતાથી પૂર્ણ થાય તે માટે સમાજને દુઆ કરવાની નમ્ર વિનંતી કરે છે તેમ ઈમ્તિયાઝ એમ. ઘાંચી, સચિવ, ગુજરાત રાજય હજ સમિતિ દ્વારા જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
