News of Monday, 8th September 2025
આપ ના દેડીયાપાડા ધારાસભ્ય 63 દિવસ બાદ જેલ બહાર આવ્યા : વિધાન સભામાં જવા માટે શરતી જામીન મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા બે મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા ચૈતર વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપશે.અમુક શરતો ને આધીન 3 દિવસ પોતાના ખર્ચે જેલમાંથી બહાર રહી શકશે.
ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 63 દિવસ બાદ જેલ માંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે. વિધાન સભામાં હાજરી માટે તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં વચગાળા ના જામીન મૂક્યા હતા. આ જામીન 01 સપ્ટેમ્બર રાજપીપળા કોર્ટ માં મૂકવામાં આવી હતા.
ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીએ જણાવ્યું કે, કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9, અને 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે.
ત્યારે આ બાબતે ધારાસભ્ય ફરી ગુજરાત હાઇકોર્ટ માં ગયા હતા અને કોર્ટ માં જણાવ્યું હતું કે પોલીસ જાપ્તા સાથે આવે ત્યારે તેમનો ખર્ચો વધુ છે. જે હાલ ખર્ચાઈ એમ નથી. ત્યારે કોર્ટે 4 સપ્ટેમ્બર ના રોજ ચુકાદો આપ્યો કે દેડીયાપાડા ના ધારાસભ્ય ને અમુક શરતો ને આધીન રહેવું પડશે. કોર્ટે શરતો મૂકી હતી કે મીડિયા ને કોઈ સંબોધન કરવું નહીં, સમર્થકો ને ભેગા નહીં કરવાના, નર્મદા જિલ્લા માં પ્રવેશવું નહીં જેવી અન્ય શરતો ને આધિન પોલીસ જાપ્તા વગર જામીન આપ્યા છે.
ધારાસભ્ય 63 દિવસ બાદ બરોડા સેન્ટ્રલ જેલ બહાર આવ્યા હતા. અને તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભા માં જશે, કાર્યકરો અને પરિવારે તેમનું જેલ બહાર સ્વાગત કર્યું હતું
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
