તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
ચીકદા ગામના રોડ પર પૂરપાટ જતી મોટરસાયકલ સ્લીપ ખવડાવનાર યુવાનનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચીકદા ગામના રોડ ઉપર મોટરસાઇકલ પૂરપાટ હંકારી જઈ રહેલા યુવાનની બાઇક સ્લીપ ખવડાવતા બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા થી ચીકદા તરફ જતા રોડ ઉપર કોર્ટ નજીક થયેલા અકસ્માત માં બહાદુરભાઇ મણીલાલભાઇ વસાવા (ઉ.વ.૨૫)( રહે.ધનખેતર નિશાળ ફળીયું તા.દેડીયાપાડા) નાઓ પોતાના કબ્જામાની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો.મો.સા.નં.GJ-22-F-6388 ની પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મો.સા.ના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા પોતાની જાતે રોડ ઉપર મો.સા.સ્લીપ ખવડાવી દઇ પડી જતા પોતાને માથામા પાછળના ભાગે ગંભીર ઇજાઓ શરીરે સામાન્ય ઇજાઓ પહોચાડતા આ યુવાનનું સ્થળ ઉપર જ મોત થતા દેડિયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
